ઓછામાં ઓછા પેપરવર્ક સાથે રૂ.3000 થી શરૂ થતી ગોલ્ડ લોન.
આજે તમને કેટલી ગોલ્ડ લોન મળી શકે છે તે જોવા માટે ગણતરી કરો
કેટલું સોનું જરૂરી છે તે જોવા માટે રકમ અને કેરેટ વેલ્યૂ દાખલ કરો.
Enter your gold weight (in grams) and carat value to see your eligible amount.
Gold Weight: 0 grams
Loan Amount: ₹0
Carat: 22
અમારી અત્યાર સુધીની સફર
ભારતમાં શ્રેષ્ઠ NBFC પૈકી એક તરીકે 76 વર્ષથી વધુનો વારસો
અમારી ગોલ્ડ લોન પર એક નજર

ઝડપી ડિસ્બર્સમેન્ટ*

દિવસ દીઠ વ્યાજ દર*

સોના પ્રત્યેક ગ્રામ દીઠ મહત્તમ લોન*

ઓછો વ્યાજ દ*

પરત ચુકવણીના સરળ વિકલ્પો*

કોઈ છુપા ચાર્જ નહીં*
મણપ્પુરમ ગોલ્ડ લોનના ફાયદા
(ભારતમાં શ્રેષ્ઠ NBFC તરીકે 76 વર્ષથી વધુનો વારસો)
તમારું સોનું 100% સલામત અને વીમાકૃત છે
દિવસમાં ગમે ત્યારે પરત ચુકવણી*
24x7 વધારાની ટોપ-અપ સુવિધા
24x7 સર્વેલન્સ અને દેખરેખ*
સંપૂર્ણ વીમાકૃત તિજોરીઓ
1949થી સપનાઓ સાકાર કરી રહ્યા છીએ
અમારા પર ભરોસો મૂકનારા લોકોની વાસ્તવિક ગાથાઓ.
4 સરળ પગલાંમાં ગોલ્ડ લોન મેળવો
(ભારતમાં શ્રેષ્ઠ NBFC તરીકે 76 વર્ષથી વધુનો વારસો)
ગોલ્ડ લોન માટે અરજી કરો
તમારા સોનાના દાગીના લઈને તમારી નજીકની મણપ્પુરમ ગોલ્ડ લોન બ્રાન્ચમાં જાઓ
ગ્રાહક ઓનબોર્ડિંગ
ઓનબોર્ડિંગ પ્રક્રિયા ઝડપથી અને ઝંઝટ વિના પૂરી કરવા માટે માન્ય ID પ્રૂફ અને સરનામાનો પુરાવો આપો.
તમારા સોનાનું આદર્શ મૂલ્ય મેળવો
અમારા નિષ્ણાતો તમને શક્ય હોય એવી શ્રેષ્ઠ લોન રકમ મળે તેની ખાતરી કરવા માટે સોનાનું મૂલ્યાંકન કરશે અને કિંમત નક્કી કરશે.
ડિસ્બર્સલ અને મંજૂરી
લોનની મંજૂરી મળ્યા પછી, તરત જ તમારા બેંક ખાતામાં રકમ જમા થઈ જશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો
ગોલ્ડ લોન વિશે તમારે જે જાણવાની જરૂર છે તે બધું
ભારતમાં ગોલ્ડ લોન મેળવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે?
તમારે ભારતમાં ગોલ્ડ લોન મેળવવા માટે, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા મતદાર ID જેવા ઓળખના પુરાવા અને યુટિલિટી બિલ, રેશન કાર્ડ અથવા ભાડા કરાર જેવા સરનામાના પુરાવાની જરૂર પડશે. 5 લાખ કરતાં વધુ રકમની લોન લેવા માટે, PAN કાર્ડની નકલની પણ જરૂર પડી શકે છે. અન્ય દસ્તાવેજોમાં સંપૂર્ણ વિગતો ભરેલું અરજી ફોર્મ અને તમારા બેંક સ્ટેટમેન્ટની જરૂર પડે છે.
શું મારું સોનું સલામત અને સુરક્ષિત છે?
હા, જ્યારે તમે મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ જેવા ભરોસાપાત્ર ધિરાણકર્તા પાસે તમારું સોનું ગીરવે મૂકો છો, ત્યારે તેને મહત્તમ સલામતી સાથે રાખવામાં આવે છે. એલાર્મ સિસ્ટમ, મોશન સેન્સર અને પ્રતિબંધિત પ્રવેશવાળા સુરક્ષિત સ્ટોરેજ વોલ્ટ્સથી લઈને વીમા સુરક્ષા તેમજ 24/7 ધોરણે દેખરેખ હોવાથી, તમે અમને પસંદ કરો છો એનો અર્થ એવો થાય છે કે, તમારું સોનું સુરક્ષિત હાથમાં છે.
તમારા સોનાને યોગ્ય રીતે હેન્ડલ કરવા અને સંગ્રહિત કરવા માટે મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ NBFC માટે નિર્ધારિત કરાયેલા RBIના કડક નિયમોનું પણ પાલન કરે છે.
શું ગોલ્ડ લોન માટે મારે બેંક ખાતું ખોલાવવું જરૂરી છે?
મોટાભાગના ધિરાણકર્તાઓ માટે, બેંક ખાતું હોવાનું ફરજિયાત છે. જોકે, મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ જેવા ધિરાણકર્તાઓની વાત કરીએ, તો તમારી પાસે સક્રિય બેંક ખાતું ન હોય તો પણ તમે રૂ.19,500/- સુધીની લોન મેળવી શકો છો, પરંતુ નીચેના કારણોસર એક ખાતું રાખવાની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે -
- લોનની રકમ સીધી ખાતામાં જમા થતી હોવાથી સુરક્ષિત અને ઝડપી ડિસ્બર્સમેન્ટ.
- લોનની રકમ પર કોઈ મર્યાદા નહીં.
- ઑનલાઇન અરજીઓ ફક્ત બેંક ખાતું ધરાવતા વ્યક્તિઓ માટે જ માન્ય છે.
મણપ્પુરમમાં ગોલ્ડ લોન મેળવવામાં કેટલો સમય લાગે છે?
જો તમે પાત્રતાના માપદંડોને પૂરા કરતા હોવા અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો, તો મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ પાસેથી ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ઝડપી છે. એકવાર તમે તૈયાર થઈ જાઓ, પછી તમે ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે અરજી કરી શકો છો, તમારા સોનાનું મૂલ્યાંકન કરાવી શકો છો અને તાત્કાલિક નાણાંના ડિસ્બર્સમેન્ટ સાથે ખૂબ જ ટૂંકા સમયમાં મંજૂરી મેળવવા માટે તમારા દસ્તાવેજો સબમિટ કરી શકો છો.
અન્ય કોઈ બેંક/NBFC/અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી લીધેલી હાલની ગોલ્ડ લોન મણપ્પુરમમાં કેવી રીતે શિફ્ટ કરવી?
- તમારી યોગ્યતા તપાસો અને ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો અને જૂનું લોન સ્ટેટમેન્ટ જેવા જરૂરી દસ્તાવેજો એકત્રિત કરો.
- આટલું થઈ ગયા પછી, નજીકની બ્રાન્ચની મુલાકાત લઈને ટ્રાન્સફરની પ્રક્રિયા માટે અરજી કરો અને નવી લોનની રકમ નક્કી કરવા માટે તમારા સોનાની ચકાસણી કરાવો
- નવી લોનની રકમ સ્વીકાર્યા પછી, ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી કરવા માટે જૂની લોન પરત ચુકવો. ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી કરવા માટે નવા લોન કરાર પર અચૂક સહી કરો.
મણપ્પુરમ ગોલ્ડ લોનની પરત ચુકવણી ઑનલાઇન કેવી રીતે કરવી?
તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા નેટ બેંકિંગ, મોબાઇલ વૉલેટ અથવા UPI દ્વારા ગ્રાહક ઇ-સેવા પોર્ટલ અથવા મોબાઇલ એપ્લિકેશન (OGL એપ)ના માધ્યમથી તમારી મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડ ગોલ્ડ લોન ઑનલાઇન ચુકવી શકો છો. કૃપા કરીને નોંધી લેશો કે મણપ્પુરમના પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણીઓ સ્વીકારવામાં આવતી નથી.







